લોકરક્ષક ભરતી ની અગત્યની જાહેરાત - Ojas Gujarat Jobs

Google Ads

Latest News

લોકરક્ષક ભરતી ની અગત્યની જાહેરાત

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
 અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ,વડોદરા દ્ધારા અગાઉ આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક: LRB/201617/1 અનુસંધાને લોકરક્ષક ભરતી અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી (PET/PST) તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી રાજયના જુદા જુદા ૧૦ કેન્દ્ર ઉપર યોજવામાં આવેલ. ઉમેદવારોની આ શારીરિક કસોટી (PET/PST) હંગામી પરીણામની વિગતો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ www.lrb2016.org ઉપર તા.૧૬/૦ર/૧૭ ના રોજ અપલોડ કર્યા બાદ નીચે જણાવેલ ગ્રાઉન્ડ ખાતેના હંગામી પરીણામોમાં ફેરફારની જરૂરીયાત જણાતા નીચે મુજબ સુધારો કરી ફરી નવી ફાઇલો તા.૨૨/૦૨/૧૭ ના રોજ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. જેની સુધારેલ સાચી વિગતો નીચે મુજબ છે.
(૧)પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ શહેર ગ્રાઉન્ડ ખાતે તા.૧૬,૧૭/૦૧/૨૦૧૭ ના રોજ લેવાયેલ શારીરિક કસોટીના પરીણામ ટેકનીકલ ખામીના કારણોસર રદ કરવામાં આવેલ અને આ બે દિવસના ઉમેદવારોને દોડ માટે ફરીથી તા.૦૬/૦૨/૧૭ ના રોજ બોલવવામાં આવેલ. જે તા.૦૬/૦૨/૧૭ ના PET ના પરીણામમાં શરતચૂકથી બે બેચ નં.૫ અને ૬ ના ઉમેદવારોના પરીણામમાં તા.૧૭/૦૧/૧૭ ના રોજના રદ કરાયેલ પરીણામોની વિગત મુકાયેલ છે. જે હટાવી તા.૦૬/૦૨/૧૭ના રોજના પરીણામની વિગતો મુકવામાં આવેલ છે.
(૨)રાજય અનામત પોલીસ દળ,જુથ-૭,નડીયાદ ગ્રાઉન્ડ ખાતેના તા૧૬/૧/૧૭ ના અને તા.૧૭/૧/૧૭ના પ્રથમ બે દિવસના પરીણામમાં અમુક ઉમેદવારોની દોડના સમયમાં સેકન્ડ દર્શાવવાની રહી ગયેલ હોય, તે દર્શાવવામાં આવેલી છે. ઉમેદવારોના ગુણમાં કોઇ ફેરફાર થયેલ નથી.
(૩)જેથી ઉપરોકત બંન્ને ગ્રાઉન્ડના સબંધિત ઉમેદવારોએ આ અંગે ખાસ નોંધ લેવી. ઉપર જણાવેલ વિગતો સિવાય બાકી પરીણામની વિગતોમાં કોઇ ફેરફાર નથી. હવે ઉપરોકત બાબતમાં કોઇ ઉમેદવારને કોઇ રજુઆત હોય તો અગાઉ આપેલ સમય તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૩/૦૨/૧૭ સુધીમાં સુધારો કરી આવા ઉમેદવાર હવે તા.૨૭/૦૨/૧૭ સુધી અત્રેની કચેરી ખાતે રૂબરૂમાં આવી રજુઆત કરી શકશે. આ પછી કોઇ ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
(૪)લેખીત પરીક્ષા અને શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ આધારે આખરી મેરીટ લીસ્ટ (અસલ દસ્તાવેજોની ચકાસણી વગર) તા.૦૨/૦૩/૧૭ ના રોજ મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૪/૦૩/૧૭ થી તા.૧૪/૦૩/૧૭ સુધી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા ખાતે તા.૧૫/૦૩/૧૭ થી શરૂ કરવામાં આવશે
  
 સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા.

No comments